spot_img

Yearender 2021: વર્ષ 2021માં નીરજ ચોપરા અને ઋતુરાજ ગાયકવાડ સહિત આ યુવા ખેલાડીઓ છવાયા

દરેક વખતની જેમ આ વર્ષે પણ કેટલાક યુવા ખેલાડીઓએ અલગ અલગ રમતમાં આખી દુનિયાને પ્રભાવિત કરી છે. જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 130 કરોડ ભારતીયોનું સર ઉંચુ કરી દીધુ છે. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ IPL 2021માં ચેન્નાઇ સુપરકિંગ્સની જીતમાં હુકમનો એક્કો સાબિત થયા હતા. ફૂટબોલના મેદાનમાં જ્યા ફ્રેડ્રિકો કિયેસાએ ઇટાલીના યૂરો 2020 ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી તો યુવા ટેનિસ સ્ટાર એમ્મા રાદુકાનૂએ યૂએસ ચોપરાનો ખિતાબ જીતીને વિશ્વભરના રમત પ્રેમીઓને ચોકાવી દીધા હતા.

નીરજ ચોપરા

યુવા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ વર્ષ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. 24 વર્ષના નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટર ભાલો ફેકીને 130 કરોડ ભારત વાસીઓને ખુશ થવાની તક આપી હતી. નીરજ ચોપરા આ સાથે જ ભારત માટે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ખેલાડી બની ગયો હતો. આ પહેલા 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

અવની લેખરા

19 વર્ષની અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 2 મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. અવની આ સાથે જ પેરાલમ્પિક ગેમ્સમાં એકથી વધુ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ હતી. લેખરાએ 50 મીટર એર રાઇફલ 3 પોઝીશન SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ઇતિહાસ રચી દીધો. સાથે જ લેખરાએ 10 મીટર એર રાઇફલ એસએચ 1 ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો. આ અવની લેખરાની પ્રથમ પેરાલમ્પિક ગેમ્સ હતી. આ સિવાય અવની પેરાલમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર દેશની પ્રથમ મહિલા એથલીટ બની હતી.

ઋતુરાજ ગાયકવાડ

વર્ષ 2021માં ઋતુરાજ ગાયકવાડે ક્રિકેટની દુનિયામાં સારી છાપ છોડી છે. આઇપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતા 16 મેચમાં 635 રન બનાવ્યા હતા, તેણે આ સાથે જ ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી હતી. ઋતુરાજે પોતાના આ દમદાર પ્રદર્શનને કારણે ટીમને ખિતાબ પણ જીતાડ્યો હતો. આ સિવાય ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમતા 4 સદી પણ ફટકારી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ ઋતુરાજે 5 ઇનિંગ્સમાં 259 રન બનાવ્યા હતા જેમાં 3 અડધી સદી સામેલ હતી.

વેંકટેશ અય્યર

આઇપીએલ 2021ના બીજા હાફમાં વેંકટેશ અય્યરે ધમાલ મચાવી હતી. અય્યરે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા ટૂર્નામેન્ટમાં 10 મેચમાં 41.11ની એવરેજથી 370 રન બનાવ્યા હતા. અય્યરે ટીમને ફાઇનલમાં પહોચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. સાથે જ અય્યરે વિજય હજારે ટ્રોફીમાં 63ની શાનદાર એવરેજથી 6 મેચમાં 389 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 133નો રહ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles