સોશ્યલ મીડિયામાં ઘણાં વીડિયો અને ફોટોગ્રાફ શેર થતાં હોય છે વાયરલ થાય છે. જેની નોંધ કરોડો લોકો લેતા હોય છે. આજકાલ અમેરીકામાં એક એવા જ ફોટોગ્રાફની લોકો નોંધ લેવાઈ રહી છે. ન્યુયોર્કનો એક વ્યક્તિ હાઈ ઓક્યુપેંસી વ્હીકલ લેનમાં યાત્રા કરવા માટે દુર સુધી પહોંચી ગયો.
પોલીસ વિભાગના અનુસાર એક HOV લેનમાં ગાડી ચલાવી રહ્યો હતો. વ્યક્તિને ત્યારે રોકવામાં આવ્યો જ્યારે એક અધિકારીએ જોયુ કે કારની પાછળની સીટમાં ડ્રાઈવરે યાત્રી જેવો દેખાય તે પ્રકારે કંઈ બનાવ્યુ છે. માહિતી માટે HOV ફક્ત ડ્રાઈવર અને એક વ્યક્તિ અથવા વધુ યાત્રી હોય તો જ એ લેનમાં કાર ચલાવી શકાય છે.
સફોક કાઉન્ટી પોલીસ વિભાગે હાલમાં જ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે યાત્રી જેવી દેખાતી સીટનો ફોટોગ્રાફ મુક્યો હતો. તસવીર જોઈને લોકો હેરાન પણ થવા લાગ્યા હતા. કારણ કે ચાલકનો ચહેરો દેખાતો નહોતો. સીટ કાળા રંગના જેકેટથી ઢાંકેલી હતી. જે સ્પષ્ટ રૂપે જોઈ શકાતી હતી એવુ લાગી રહ્યુ હતુ કે આગળની સીટમાં કોઈ બેઠુ છે.
પોલીસે પોસ્ટ શેર કરીને લખ્યુ કે ભીડભાડ વાળા ટ્રાફિકથી બચવા માટે ડ્રાઈવરના પ્રયાસો ઉંધ્યા પડ્યા છે. ડ્રાઈવરે HOV કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે. અધિકારીઓએ વાહનને જપ્ત કરી લીધુ છે. આગળ બેઠેલા વ્યક્તિ જેવી બીજી કોઈ વ્યક્તિ નહોતી ફક્ત સીટ જ હતી. જેમાં બ્લેક કલરનું જેકેટ પહેરાવી દીધુ હતુ. સીટના હેડરેસ્ટ પર એક ટોપી પહેરાવી દીધી હતી જેનાથી પોલીસને શંકા ન જાય.,