spot_img

ચોખાની ભુંસીમાંથી મળ્યો પ્લાસ્ટિકનો પર્યાય વીડિયો જોશો તો ખ્યાલ આવશે

દેશ અને રાજ્યભરમાં અત્યારે પ્લાસ્ટિક (Plastic) સદંતર બંધ થાય તેની માટે તંત્ર સતત કામગીરી કરે છે. હજુ પણ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાઈ શક્યો નથી. એ વાત પણ છે કે પ્લાસ્ટિક સસ્તુ પડે છે અને બીજીવાત એવી પણ છે કે પ્લાસ્ટિક પર્યાવરણને (Environment) નુકસાન પહોંચાડે છે. જો કે આ બંન્ને વચ્ચે સોશ્યલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ થયો છે જેમાં ચોખાની ભુંસીમાંથી (Rice Husk) જમવાનું મુકવાના બોક્સ તૈયાર થયા છે. જે લીકપ્રુફ છે અને પણ સસ્તા પણ છે. ડિસ્પોસેબલ અને ઈકોફ્રેંડલી છે.

આઈએએસ અધિકારી સુપ્રીયા સાહુએ પોતાના ટ્વિટર હેંડલ પર વીડિયો શેર કર્યો છે. સાથે કેટલાક ફોટોગ્રાફ પણ શેર કર્યા છે. ચોખાની ભુંસીમાંથી તૈયાર કરાયેલા બોક્સનો વીડિયો તેમણે શેર કર્યા છે. વીડિયો શેર કરતાં તેમણે લખ્યું પણ છે કે હવે તામિલનાડુમાં પ્લાસ્ટિંગ પેકેજિંગ ઉપયોગ બંધ કરો અને ટકાઉ પર્યાવરણીય વિકલ્પ તરફ વળો. પ્રોડક્ટ વિશે તેમણે લખ્યું છે કે ફૂડ કંટેનર લીક પ્રુફ , એફોર્ડેબલ, ડિસ્પોસેબલ અને ઈકોફ્રેંડલી છે.

આઈએએસ ઓફિસરનો વીડિયોને રીટ્વિટ કરતા કોંગ્રેસના સાંસસ શશી થરૂરે લખ્યુ કે આ ફક્ત તામિલનાડુમાં નહી પણ આખા ભારતમાં લાગુ પડવું જોઈએ. એવી ઘણી વસ્તુઓ શોધાઈ રહી છે. જે પ્લાસ્ટિકની જગ્યા આરામથી લઈ શકે છે. હવે એવા પણ પ્લાસ્ટિક શોધાઈ રહ્યા છે કે તેને પણ રીસાયકલ કરી શકાય. ભારત સરકારે આવા બાયોડિગ્રેડેબલ સામગ્રીનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે.

નવી શોધાયેલી વસ્તુને લોકો હકારાત્મક તરીકે લીધી છે. એક યુઝરે લખ્યુ છે કે આ મોટી નવીનતા છે કે પ્લાસ્ટીક પરની આપણી નિર્ભરતા સાવ ઘટી જશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles