spot_img

ફટફડાટ અંગ્રેજી બોલે છે આ ભીખારી અસલિયત જાણશો તો ચોંકી ઉઠશો

સામાન્યી રીતે ભિખ માંગતા વ્યક્તિ સાથે કોઈ વાતચીત માટે રોકાતુ નથી હોતુ. બે રૂપિયા આપીને લોકો ચાલી નિકળે છે. પરંતુ જ્યારે ભીખ માંગતી વ્યક્તિ ફડફડાટ અંગ્રેજીમાં તમારી સાથે વાત કરે તો તમે ફરજિયાત તેની સાથે વાત કરવા ઉભા રહેશો. ઉત્તર પ્રદેશના ઈટામાં આવી જ ઘટના બની છે. ઈટા પોલીસને એવી વ્યક્તિ મળી છે જે ઈટા શહેરમાં ભીખારી બનીને ફરી રહી છે આખો દિવસ ભીખ માંગે છે રાત્રે બસ સ્ટેંડ પર સુઈ જાય છે.

જી હા આ વ્યક્તિ ગુજરાતના નવસારીના રહેનારા છે. જેમનુ નામ દિનેશ પટેલ છે. દિનેશ પટેલ માનસિર રૂપથી બિમાર હોવાના કારણે કોઈ કારણથી યુપીના ઈટા પહોંચી ગયા હતા. ઈટા શહેરમાં તેઓ આખો દિવસ ભીખ માંગતા અને સાંજ પડે એટલે ઈટા બસસ્ટેશનમાં સુવા માટે પહોંચી જતાં. બસસ્ટેંડ અથવા તો શહેરમાં તેમની સાથે કોઈ વાત કરવાનો પ્રયત્ન કરે તો ફડફડાટ અંગ્રેજીમાં તેમની સાથે વાત કરતાં. આ જાણકારી સ્થાનિક મીડિયાને થઈ. સ્થાનિક મીડિયાના સભ્યો તેમની પાસે પોહચ્યા તો દિનેશ ભાઈ સાથે વાત કરીને તેમની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં વાત ન બની.મીડિયા કર્મીઓએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિષે જાણકારી આપી

પોલીસને જાણકારી મળતા દિનેશભાઈ પાસે પહોંચી અને તેમને પોલીસ સ્ટેશન લઈ આવી. પોલીસ સ્ટેશનમાં તેમની સાથે વાતચીત કરી અને થોડી મહેનત કરી એટલે દિનેશ ભાઈનું એડ્રેસ તેમના હાથે લાગ્યુ. પોલીસને જાણકારી મળી કે તેઓ નવસારીના ચિખલીના રહેવાસી છે. પોલીસને જાણકારી મળી કે બીજી એપ્રિલના 2022ના રોજ તેમના પરિવારજનોએ દિનેશ પટેલની ગુમ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. હવે પોલીસે દિનેશ પટેલના પરિવારને તેઓ મળી આવ્યા છે તેની જાણકારી આપી દીધી છે. અને પરિવારજનો પણ તેમને લેવા માટે પહોંચી રહ્યા છે.

પોલીસે પરિવારજનો સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે શા માટે દિનેશ ભાઈ આટલુ સારૂ અંગ્રેજી બોલે છે. દિનેશભાઈ 2009ની સાલમાં બેંકની નોંકરીમાંથી સેવા નિવૃત્ત થયા હતા. અને બેંકના જનરલ મેનેજર પદ પર તેઓ સેવા નિવૃત્ત થયા હતા. દિનેશ ભાઈ એટા કઈ રીતે પહોચ્યા તેની તેમના પરિવારજનો કે પછી ખુદ દિનેશ ભાઈને ખ્યાલ નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles