10 બાય 10નો રૂમ. રૂમમાં લાઈટ પણ નહોતી લાગેલી અને દરવાજા પર તાળુ મારેલુ હતુ. આ દરવાજાનુ તાળુ જ્યારે પોલીસે ખોલ્યુ તો અચાનક ચોંકી ગઈ. પોલીસને એટલો ભયાનક દ્રશ્યો જોવા મળ્યા કે વાત ન પૂછો. રૂમ ખોલતા એટલી ભયંકર વાસ મારી હતી કે પોલીસ પણ બેભાન થઈ ગઈ હતી. ખૂણામાં બેઠેલી મહિલા પોતાના પગ પર ઉભી પણ થઈ શક્તિ નહોતી. ઘટના એમ હતી કે પતિએ પોતાની પત્નિને માનસિક બીમાર કહીને રૂમાં પૂરી રાખી હતી. છેલ્લા વર્ષથી પત્નિને આ 10 બાય 10ની રૂમમાં પૂરી રાખી હતી. તેનો પતિ તેને એક દિવસનું ભોજન આપીને છોડી દેતો હતો.
ઘટના છે મંદોસરના નાહર ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પિપલિયા કરાડિયા ગામની. 10 ધોરણ પાસ મહિલા ક્યારેક ના નાના લોન આપનારી સખી મંડળ ચલાવતી હતી. પરંતુ મહિલાના નસીબે એવી કરવટ લીધી કે તેનુ જીવન તહેસ નહેસ થઈ ગયુ. તેના સાસરીપક્ષના લોકોએ તેને માનસિક અસ્થિર ગણીને તેને ઘરના એક રૂમમાં બંધી કરી દીધી. મહિલાને બંધક બનાવી હોવાના સમાચાર પિયર પક્ષને મળતા. પિયર પક્ષે મહિલા પોલીસની મદદ લઈને તેને છોડાવા માટે પહોંચી અને જે દ્રશ્ય જોયુ તે જોઈને તેમને આખો પરિવાર પોક મૂકીને રોવા લાગ્યો હતો.
મહિલાના પિતાએ પોલીસને જણાવ્યુ કે તાલના એક ગામમાં 17 વર્ષ પહેલાં તેમની દિકરીના લગ્ન થયા હતા. તેના બે બાળકો પણ હતા. તેમની દિકરીની તબિયત ચાર વર્ષ પહેલાં થતી ખરાબ થઈ હતી. જેના કારણે તેની સારવાર ચિત્તોડગઢમાં કરાઈ હતી. દિકરી જ્યારે મારી પાસે હતી ત્યારે એક દિવસ જમાઈ મારા ઘરે આવ્યા અને સારવાર કરાવવાના બહાને તેને મારી પાસેથી લઈ ગયા. જ્યારે થોડા સમય પછી મારી દિકરીના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યો તો મારા જમાઈ અને તેમના પરિવાર મને મારવા માટે દોડવા લાગ્યા. કહેવા લાગ્યા અહીંયા શુ છે શા માટે અહીયા આવો છો. તેમના આ પ્રકારના વર્તનથી મે ત્યાં જવાનું બંધ કરી દીધુ હતુ. તેઓ મારી દિકરીને ખુબ જ ખરાબ રીતે રાખતા હતા. ગામના લોકોએ પણ આ વિશે મને કહ્યુ હતુ.