આ વર્ષે ધનતેરસ 2જી નવેમ્બર, મંગળવારે ઉજવવામાં આવશે. કારતક મહિનાના 13મા દિવસે ધનતેરસનો પર્વ મનાવવામાં આવે છે. આ દિવસને ‘ઉદયવ્યાપિની ત્રયોદશી’તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દિવાળીના 2 દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરો સાફ કરે છે, દિવાળીની વસ્તુઓ ખરીદે છે અને મીઠાઈ બનાવે છે.ધનતેરસને સોના અથવા રસોડાની નવી વસ્તુઓ ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે છે. દિવાળી, પ્રકાશનો તહેવાર છે જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઇ બીજ પર સમાપ્ત થાય છે.
ધનતેરસ ઉજવવા પાછળનું કારણ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસ, ભગવાન ધન્વંતરીનો જન્મ, દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. હિન્દુ ધર્મ અનુસાર, તે આયુર્વેદના દેવ છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી અને ધન્વંતરિ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધનતેરસ નિમિત્તે સોના -ચાંદીની ખરીદી ખૂબ જ શુભ છે. આ દિવસે સોનાના ઘરેણાં પણ ખરીદવામાં આવે છે. આ સિવાય ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો સાથે ચાંદીના સિક્કા પણ ખરીદી શકો છો.
ધનતેરસે કરો ખાસ વસ્તુઓની ખરીદી
માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે તમે ધનતેરસે ખાસ આ વસ્તુઓની ખરીદી કરશો તો આજીવન લક્ષ્મીજીની કૃપા રહેશે. ધનતેરસે સાવરણી ખરીદવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સાવરણીની ખરીદી કરવાથી ગરીબી, દુ:ખ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હલ થશે. આ દિવસે નવુ વાહન ખરીદવાથી શુભ થાય છે. આ દિવસે ઘરેલુ અને નીજી ઉપયોગનો ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનુ ચાંદી અને ત્રાંબુ ખરીદવાને શુભ માનવામાં આવે છે.