spot_img

સિંગલ ચાર્જમાં દિલ્હીથી અમદાવાદ પહોંચી જશો, જાણો કઇ છે આ કાર

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ, ડિઝલ અને CNGના ભાવ વધી રહ્યા છે, ત્યારે લોકો ઇલેક્ટ્રિક કાર તરફ વળી રહ્યા છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ વધતાં વિદેશી કંપનીઓ પણ ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા રિતસર લાઇનમાં લાગી છે.

આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ કંપની Tesla Triton EVના Model Hનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ ભારતમાં શરૂ કરવા જઇ રહ્યું છે. આ માટે કંપનીએ તેલંગાણા સરકાર સાથે MOU પણ સહી કરી લીધા છે. ત્યારે કંપનીએ હાલમાં જ પોતાના Model Hની પહેલી જલક લોન્ચ કરી છે. કંપની આ મોડલની 8 સીટર SUVનું ઉત્પાદન તેલંગાણાના ઝહીરાબાદમાં જ કરવાની છે, ત્યારે કંપનીની ભારતમાં આ પહેલી કાર હશે જે લોન્ચ થશે.

કંપનીના અધિકારીઓનું કહેવું છે કે તેમના Model H કારની લંબાઇ 5.6 મીટર હશે, જે એક મોટી SUVની સાઇઝની હશે, જેમાં 5,663 લીટરની સ્પેસ હશે અને 7 ટન વજન હશે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં કાર દિલ્હીથી અમદાવાદ સુધીનું અંતર કાપી શકશે. આ કારમાં 200kWhની પાવરફુલ બેટરી આપવામાં આવશે. જે સિંગલ ચાર્જમાં 1200 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે.

આ કારની સૌથી મોટી ખાસીયત એ છે કે માત્ર બે કલાકમાં જ કારની બેટરી ફુલ ચાર્જ થઇ જશે. ઉલ્લેખનય છે કે કંપની ભારતમાં ઉભરતા ઇલેક્ટ્રિક કારના માર્કેટને જોતા ગ્રાહકોને પસંદ પડે એવી કારને જલદ્દી લોન્ચ કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે. તેલંગાણા ખાતે કંપનીનો સૌથી મોટો ઇલેક્ટ્રિક વ્હિકલ ઉત્પાદનનો પ્લાન્ટ હશે..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles