ગુજરાતમાં (Gujarat) દિન પ્રતિદિન અકસ્માતોની (Accident) સંખ્યા વધી રહી છે. તેમાં પણ શહેરોમાં (City)અકસ્માતોનું પ્રમાણ વધુ હોય છે,કારણ તે વધુ પડતાં વાહનોના કારણે ટ્રાફિક (Traffic) થાય છે. અને વધુ ટ્રાફિકમાં કેટલાક લોકો ઝડપી વાહનો હંકારતાં હોય છે. ગુરૂવારના દિવસે સુરતમાં (Surat) પણ એવો જ અકસ્તમા સર્જાયો જેમાં યુવાનનો પ્રાઈવેટ પાર્ટ જ છુટો પડી ગયો. જેમાંથી તેનું મોત (Death) થઈ ગયુ.
સુરતમાં ગુરુવાર રાત્રે ઈકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સુરતના નવાગામ ડીંડોલી બ્રિજ પર થયેલા અકસ્માતમાં ઈકો કારે બાઈક સવારને એટલી જોરદાર ટક્કર મારી. બાઈક હવામાં ઉછળી ગયુ. ઘટનામાં બાઈક સવાર બે મિત્રોમાંથી એકનું ગુપ્તાંગ અકસ્માતમાં કપાઈ ગયુ જેનાથી તેનું દર્દનાક મોત થયું. આ હિટ એન્ડ રનના અકસ્માતમાં અન્ય એક બાઈક સવાર યુવાનના હાથની આંગળીઓમાં ફ્રેક્ટર સહિત નાની મોટી ઈજાઓ થઈ છે.
ગુરુવારે મોડી સાંજે બાઈક પર રાજા અને પવન નામના મિત્રો નવાગામથી ઉધના જઈ રહ્યા હતા. નવાગામ બ્રિજ પર સામેથી આવતી ઇકો કારે બાઈકને એટલી જોરદાર ટક્કર મારી. જેનાથી બાઈક હવામાં ફંગોળાઈ ગયું હતું. અકસ્માતમાં રાજા નામનો યુવાન બ્રિજ પર બાઈક સાથે ઘસડાયો હતો, દુર્ઘટનામાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. રાજાની વિધવા માતા અને બહેનનો એકનો એક આર્થિક સહારો હતો. પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી.
બચી ગયેલા પવન સુરેશ મરાઠે કહેવા પ્રમાણે રાજા કડિયા કામ કરતો હતો. અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાજાના પરિવારને હજુ અકસ્માત બાદ રાજાના નિધનના સમાચાર અપાયા નથી. ટક્કર મારીને ભાગી છુટેલા ઈકો કાર ચાલક અને કારની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે.