સોશ્યલ મીડિયાની (Social media) શક્તિ સૌ કોઈ જાણે છે. કોઈને હીટ બનાવી છે કોઈને જમીન પર લાવી દે છે. ઘણાં બાળકો પણ પોતાની પ્રતિભાના કારણે સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચામાં આવી જાય છે તેવા પણ કિસ્સા છે. આજ કાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક નાનકડી દીકરી (Daughter) ક્લાસિકલ ડાંસ (Classical Dance) કરતી દેખાઈ રહી છે. જેને ઈંટનેટની દુનિયામાં તહેલકો મચવી કાઢ્યો છે.
How Cool 🤗
📽️ shared pic.twitter.com/uC4iYvl52l
— Dr. M V Rao, IAS (@mvraoforindia) January 1, 2022
સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ દીકરી
એવું નથી કે નાનકડી દીકરીએ ક્લાસિકલ ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સાથે સાથે તેના માતા-પિતાનું નામ પણ રોશન કર્યું છે. દીકરીની વીડિયો જે કોઈપણ જુએ છે. તેના વખાણ કરવામાં થાકતા નથી. તમે પણ વીડિયો જોશો તો તમને પણ લાગશે કે ખરેખર દીકરીના નૃત્યુમાં દમ છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. સ્ટેજ પર એક સુંદર યુવતી ક્લાસિકલ ડાંસ કરી રહી છે. યુવતીના હાવભાવ ડાંસના સ્ટેપ જોઈને સ્ટેજની નીચે દીકરી પોતે પણ એ જ પ્રકારે ક્લાસિકલ ડાંસ કરી રહી છે. બાળકીના તમામ સ્ટેપ હુબહુ તે યુવતી જેવા જ છે. વીડિયોમાં મજાની વાત એ છે કે યુવતીની જેમ જ દીકરી ક્લાકિલ ડાંસ કરે છે તેમાં થોડી ભુલો છે પણ આટલી નાની ઉંમરે આટલો સરસ ડાંસ કરવો પણ એક કળા છે. આટલી નાની ઉંમરમાં ભાગ્યે જ કોઈ બાળકો આટલુ સારા ક્લાસિક ડાંસ કરી શકે છે. વિચારી શકાય કે ભવિશ્યમાં દીકરી પ્રેક્ટિસ કરશે તો ક્યાં સુધી પહોંચી શકશે
ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈએએએસ ઓફિસર ડો.એમ.વી.રાવ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તે પણ દીકરીનો અદ્ભુત ક્લાસિકલ ડાંસ જોઈને ઝાઝુ નથી લખી શક્યા. તેમણે કેપ્શનમાં ફક્ત એટલું જ લખ્યુ હાઉ કુલ