સૌ કોઈ જાણે છે નેતાઓ વોટ માંગવા આવે છે, ત્યારે જ દેખાય છે. જેવી ચુંટણી પૂરી થાય કે તુ કોણ અને હુ કોણ જેવા વર્તન તમામ પક્ષના નેતાઓ પ્રજા સાથે કરવા લાગે છે. જેનો દર્શાવતો એક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. જેમાં જાગૃત નાગરીક નેતાઓ પ્રજા સાથે જેવું વર્તન કરે છે તેનુ ઉદાહરણ આપ્યુ છે.
ચુંટણી આવી રહી છે.@gopimaniar @kinjalmishra211 @GeetaNews18 @gopimaniar @kinjalmishra211 @SandhyaPanchal_ @SidDholakia @hdraval93 @Vivekdoza @devanshijoshi71 @JKomal78 @anjleenamacwan@NIDHIJAYSWAL4 @JournoJayesh @iDixitThakrar @PurohitShivaniS @nidhirpatel6 @AnitaPatni10 pic.twitter.com/iOe2tusSak
— Sureshbhai 🇮🇳 (@sureshgelot1) November 17, 2021
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન કહી રહ્યો છે કે હવે ચુંટણી આવવાનો સમય થઈ રહ્યો છે. પોતાના ગામના રસ્તાનુ ઉદાહરણ આપી લોકોને રસ્તાને જોઈને પક્ષ કે નેતાને વોટ આપે તેવી સલાહ આપી રહ્યો છે. રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે ક્યાથી સાધનો ચલાવવા અને કઈ બાજુથી લોકો જાય. યુવાન કહે છે કે હવે વોટ એને જ આપવાનો જે આ રસ્તો સારો બનાવે. નેતાઓ સબંધોના નામે વોટ માંગવા આવે તો પણ તે સબંધોને નકારીને આ રસ્તા સામે જોઈને જ વોટ આપવા માટે વીડીયોમાં લોકોને જણાવી રહ્યો છે. વીડિયોના અંતે યુવાન જણાવે છે કે કાણો મામાને નહી, બાડો મામો નહી પણ સારો મામાને વોટ આપવાનો જેનાથી આપણો રસ્તો સારો થાય
ઉલ્લેખનીય છે છે ગુજરાતના અંતરિયાળ ગામડાઓના રસ્તાઓની સ્થિતિ હજુ પણ નાજુક છે. અવાર નવાર રસ્તાઓન સમસ્યાઓને લઈને સમાચાર માધ્યમોમાં વિરોધના વંટોળ દેખાય છે. શહેરની સ્થિતિ અને રસ્તાઓ 10 દિવસમાં સરખા થઈ જાય છે પણ ગામડાના રસ્તાઓ એકવાર તુટે તો 10 વર્ષ સુધી સરખા નથી થતાં એ વરવી વાસ્તવિક્તા છે.