જાતિગત ટિપ્પણી કરવા મામલે હરિયાણાના હિસ્સાર જિલ્લામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ફરિયાદી રજત કલસને હાંસી પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કર્યા બાદ લાંબો સંઘર્ષ કર્યો છે. હાઇકોર્ટના આદેશ પર યુવરાજ સિંહને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
યુવરાજ સિંહે અગાઉ કહ્યું હતું કે હું સમજું છું કે જ્યારે હું મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો જે નિરાધાર છે. જોકે એક જવાબદાર ભારતીય હોવાના કારણે હું કહેવા માંગું છું કે જો મે કોઇને અજાણતા કોઇની લાગણીને ઠેસ પહોંચાડી હોય તો મને તેનું દુખ છે.