ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ બહાર થઇ ગઇ છે. ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ખરાબ બેટિંગ ઓર્ડરના કારણે ભારતીય ટીમને પાકિસ્તાન અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ભારતીય ટીમની હારબાદ હવે પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે. યુવરાજસિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મીમ શેર કર્યો છે, જેમાં વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા નજરે પડી રહ્યા છે. જેમાં એક તરફ અનુષ્કા વિરાટ સામે જોઇને એવું વિચારતી દેખાઇ રહી છે કે વિરાટ કોઇ છોકરી વિષે વિચારી રહ્યો છે, પરંતુ બીજી તરફ વિરાટ એવું વિચારી રહ્યો છે કે જો ટીમમાં યુવરાજ હોત તો મીડલ ઓર્ડર સ્ટ્રોંગ હોત. જો કે યુવરાજ સિંહ તરફથી શેર કરવામાં આવે આ મીમ્સને હાલમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ મીમ્સ શેર કર્યાના થોડા જ કલાકોમાં આ વાયરલ થઇ ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ થોડા દિવસો પહેલાં જ પોતે ક્રિકેટમાં કમબેક કરી રહ્યો છે એવી જાહેરાત સોશિયલ મીડિયામાં કરી ચુક્યો છે. યુવરાજે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે ‘તમારુ ભાગ્ય ભગવાનના હાથમાં હોય છે, પબ્લિક ડિમાંડ પર હું એક વખત ફરી ફેબ્રુઆરીમાં પીચ પર જોવા મળીશ, આના કરતા મોટી ખૂશી મારા માટે બીજી કોઇ નથી’