spot_img

સોનાક્ષી અને ઝહીરના અફેયરની ચર્ચાને લઇને સ્ટાર્સે તોડી ચુપ્પી, ‘કહ્યું અમને કોઇ ફરક નથી પડતો’

બોલિવૂડમાં રોજ કોઇને કોઇ સ્ટાર્સના અફેયરની અફાવો ઉડતી રહતી હોય છે. ત્યારે હાલમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના અફેયરની ચર્ચા બી-ટાઉનમાં ખૂબ ચાલી રહી છે. કેમ કે અનેક વખત સોનાક્ષી અને ઇકબાલ એક સાથે સ્પોટ્ થાય છે અને આ બંને વચ્ચે કેમેસ્ટ્રી પણ ખાસ જામે છે, એટલા જ માટે તેમના અફેયરની વાત ચાલી હતી.. ત્યારે હાલમાં જ ઇકબાલે સોનાક્ષી સાથેના અફેયરને લઇને પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે.

એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન ઝહીર ઇકબાલે જણાવ્યું કે ‘આ અફવાઓ લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ હવે કોઇ ફરક પડતો નથી. ઝહીરના જણાવ્યા પ્રમાણે લોકો પોતાની રીતે વિચાર માટે ફ્રિ છે, લોકોને જે વિચારવું હોય તે વિચારે અમને હવે કોઇ ફરક પડતો નથી. ઝહીર કહ્યું કે ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો એ પહેલાં જ ખ્યાલ હતો કે અહિંયા અફવાઓનું બજાર ગરમ હોય છે. તેણે વધુમાં જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો પહેલાં જ મારા ગુરૂ એવા સલમાન ખાને જણાવ્યું હતું કે લોકો અહિંયાં તમારા વિષે એવી વાતો ફેલાવામાં આવશે જેમાં સત્ય કંઇ પણ ના હોય.. માટે આ પ્રકારની વાતો કે અફવાઓ પર ધ્યાન આપ્યા વગર પોતાના કામ પર ફોક્સ કરવું. હાલમાં ઝહીર ગુરુએ આપેલી શીખામણને અનુસરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝહીરના જન્મ દિવસ પર સોનાક્ષીએ એક ફોટો શેર કરીને તેની પ્રશંસા કરી હતી, જેનાબાદ અફેયરની અફવાઓ ચાલી હતી..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles