ઇન્ડિયન પ્રિમિયર લીગના મેગા ઓક્શનને હવે થોડા દિવસોની વાર છે. આ વખતે અનેક મોટા નામ ઓક્શનમાં જોવા મળશે કારણ કે ટીમો ફક્ત થોડા જ ખેલાડીઓને રિટેન કર્યા છે. મુંબઇ ઇન્ડિયન્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે જે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ નથી. હવે આ પાછળનું કારણ જાણવા મળ્યું છે. મુંબઇ ઇન્ડિયન્સના થિંક ટેન્કનો ભાગ રહેલા ઝહીરખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેમ મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો નહી. ઝહીરખાને કહ્યું કે હાર્દિક પંડ્યા પોતાની ફિટનેસ પર સતત કામ કરી રહ્યો છે પરંતુ રિટેશનનો નિર્ણય સરળ હોતો નથી.
ઝહીર ખાને કહ્યું કે રિટેશનને લઇને જે ચર્ચા થાય છે તે લાંબા સમયથી ચાલે છે. નોંધનીય છે કે મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડને રિટેન કર્યા છે. જ્યારે હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ઇશાન કિશન જેવા ખેલાડીઓને રીલિઝ કરી દીધા છે.
હાર્દિક પંડ્યા ઇજામાંથી બહાર આવ્યો ત્યારે તને અનેક સમસ્યાઓ થઇ રહી હતી. તેણે આઇપીએલ અને ટી-20 વર્લ્ડકપમાં વધુ બોલિંગ કરી નહોતી. તે સિવાય બેટિંગ પણ તે સારી કરી શક્યો નહોતો.